હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

Wednesday 10 April 2024

સ્ટીકર

 શાળાના પત્રકો આકર્ષક બનાવવા માટે તેના પર સ્ટીકર લગાવો.સ્ટીકર બનાવવા વર્ડ ફાઈલ ડાઉનલોડ કરો. 

જરૂરી ફોન્ટ ડાઉનલોડ કરો 


Wednesday 14 June 2023

પ્રાર્થના પોથી

 બાળકોને વ્યક્તિગત રૂપે પ્રિન્ટ કરીને આપી શકાય . પ્રાર્થના પોથી ડાઉનલોડ કરો.

Tuesday 13 June 2023

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩

     નમસ્કાર, આજે તારીખ 13- 6- 2023 ને મંગળવારે લક્ષ્મીપુરા (ડા. ) પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકો માટે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. પ્રવેશોત્સવ ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાની બે બાળાઓએ સુંદર મજાની અભિનય સાથે પ્રાર્થના કરાવી.

    આવેલા મહેમાનોમાં ડાવોલ ગામના અગ્ર ગણ્ય નાગરિક અને શાળાને હર હંમેશ મદદરૂપ બનનાર એવા શામજીભાઈ કેશરભાઈ ચૌધરી તથા ડાવોલ ગામના તલાટી કમ મંત્રી શ્રીમહેશભાઈ ઠાકોર સાહેબ હાજર રહ્યા હતા.આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી બાળકો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

    ત્યારબાદ બાળકોની શાળા પ્રવેશ વિધિ શરૂ કરવામાં આવી સૌપ્રથમ બાલવાટિકાના પાંચ બાળકોને પાટી,પેન, દફતર, પુસ્તક આપીને, કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો. ત્યારબાદ ધોરણ એક ના બાળકોને પણ પાટી,પેન, દફતર, પુસ્તક આપી, કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો.શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં પાંચ બાળકો અને ધોરણ એકમાં બે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.

    ધોરણ ત્રણ થી પાંચમાં ગત વાર્ષિક પરીક્ષા-૨૦૨૩માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ધોરણ 10 માં રામજીભાઈ ખોડાભાઈ વાઘરી અને ધોરણ 12-સામાન્માંય પ્રવાહમાં સંજયસિંહ મનહરસિંહ મકવાણા કે જેઓએ આ શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે એવા બંને તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ- 2023 માં આપણી શાળાના ધોરણ 5 નો વિદ્યાર્થી ઓઝા કિસ્મત વિજયકુમાર કે જેણે 120 ગુણ માંથી 102 ગુણ મેળવી સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરેલ છે અને ડભાડ-સી.આર.સી. કક્ષાએ સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે.આ પ્રસંગે ઓઝા કિસ્મત ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો.

     બેટી બચાવો બેટી પઢાવો, એ શીર્ષક હેઠળ કેન્વી પ્રજાપતિએ સુંદર વક્તવ્ય આપ્યું.વૃક્ષ એ જ જીવન એ વિષય પર નવ્ય પ્રજાપતિએ પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.

     આ શાળામાં ભણેલા અને ગામમાં રહેતા સિનિયર મોસ્ટ વિદ્યાર્થી તરીકે મકવાણા વખત સિંહ હઠીસિંહ નું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું. આ શાળાના વિદ્યાર્થી અને પોતાના ક્ષેત્રમાં સુંદર પ્રગતિ કરનાર એવા મકવાણા વિજયસિંહ દિનસિંહ નું પણ સન્માન કરવામાં આવ્યું.. શાળાને હર હંમેશ દાન આપનાર એવા  ચૌધરી રાકેશભાઈ દેવજીભાઈ તથા આજના નાસ્ચૌતાના દાતાશ્રી નરેશભાઈ ગોદડભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું.આજરોજ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને ચોપડા અને કંપાસ નુ દાન આપનાર તલાટી સાહેબ શ્રી મહેશભાઈ ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું.

.     આવેલ મહેમાન શ્રીઓએ પોતાના પ્રેરક ઉદબોધનમાં કુટુંબ વિકાસ, ગામ વિકાસ થકી સર્વાંગી વિકાસ થાય એ વિચારો તલાટી સાહેબે રજૂ કર્યા.

     શાળા પરિસર મુલાકાત અને એસએમસી સભ્યો સાથેની બેઠક પણ યોજાઈ.જેમાં બાળકોના અભ્યાસ લક્ષી વિચારો રજૂ કરવામાં આવ્યા.

     શાળામાં આવનાર મહેમાનોએ આ શાળામાં પોતાની યાદગીરી રૂપે એક જામફળનો છોડ રોપ્યો, અને સંકલ્પ કર્યો કે આ છોડનું જતન સૌ સાથે મળી કરીશું.

    આ કાર્યક્રમમાં નાનામાં નાની બાબત રહી ન જાય અને સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થાય એ માટે આપણી શાળાના બેનશ્રી મંજુલાબેન એ ખૂબજ સુંદર આયોજન કર્યું.બાળકોએ પણ ઉંમર નાની હોવા છતાં આ કાર્યક્રમને સફળ બનાવવા ર જેમ ભગવાન રામની સેનામાં ખિસકોલી એ કાર્ય કરેલું એમ અમારા શાળાના તમામ બાળકોએ પણ સરસ સાથ સહકાર આપ્યો.

 શાળાના આચાર્યશ્રી મનીષભાઈ પ્રજાપતિ એ આ પ્રસંગ ની આભાર વિધિ કરી. છેલ્લે સૌ રાષ્ટ્રગીત નું ગાન કરી, નાસ્તો કરી છૂટા પડ્યા.






















Friday 3 March 2023

બાલવૃંદ રચના

બાળમેલો માટે ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરો.

શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરો.

વર્ડ ફાઈલ ડાઉનલોડ કરો 



Saturday 30 November 2019

બાળ મનોવિજ્ઞાન


મિત્રો... અહીંયા બાળ મનોવિજ્ઞાનને લગતી તમામ ફાઇલ મૂકવામાં આવેલ છે...એક ક્લીકમાં તમામ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો...
વધુ ફાઇલ સમયાંતરે મૂકવામાં આવશે.

1. બાળ મનોવિજ્ઞાન(All In One File's)
Download Click Here

Friday 28 December 2018

કલરવ ચિલ્ડ્રન બેંક , લક્ષ્મીપુરા(ડા.)


  કલરવ ચિલ્ડ્રન બેન્ક દ્વ્રારા જીવન કૌશલ્ય.
હેતુઓ:-           
૧. બેન્ક વ્યવહારની સમાજ મેળવે.

૨. વ્યવહારું હિસાબો કરતા થાય.

૩. ગાણિતિક પ્રક્રિયાઓની સમજ મેળવે.

૪. નીતિ,નિષ્ઠા,પ્રામાણિકતા,શિસ્ત જેવા ગુણો કેળવાય.

  બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ ચિલ્ડ્રન બેન્ક શરૂ કરવામાં આવી.જેની સમજ બાળકોને આપવામાં આવી.ચિલ્ડ્રન બેન્કના સુચારું વહીવટ માટે બેન્ક ડીરેક્ટર,બેન્ક મેનેજર,કેશિયર અને કમિટી મેમ્બરની નિમણૂક લોકશાહી રીતે કરવામાં આવી.જરૂરી રજીસ્ટર,પાસબુક,વાઉચર,ફોર્મ શાળા કક્ષાએથી જ જાતે તૈયાર કરવામાં આવ્યા. ચિલ્ડ્રન બેન્કના નિયમો નક્કી કરવામાં આવ્યા.બાળકો જાતે જ બેન્કમાં ખાતું ખોલાવવાનું ફોર્મ ભરે,વાઉચર ભરે,પાસબુક ને સમજે,વહીવટને સમજે તે માટે એક દિવસીય તાલીમ પણ યોજવામાં આવી.

        બેન્કમાં નાણાં જમા કરાવવા,ઉપાડવા,ફોર્મ ભરવા જેવી પ્રક્રિયા દર ગુરુવારે રિશેષ દરમિયાન કરવામાં આવે છે.શાળાના શિક્ષકોના ખાતા પણ છે.બાળકોને પડતી મુશ્કેલીઓ જેવીકે,સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર,વ્યવહારું હિસાબો,સંખ્યા ને શબ્દોમાં અને અંકોમાં લખતાં શીખે,સહી કરતાં શીખે છે.શાળામાં ચાલતી રામ દુકાન માંથી જરૂર પડ્યે પેન,પેન્સિલ,રબર લઇ શકે છે.

આપ આપની કક્ષાએ સુધારા વધારા કરી શકો અને શાળા કક્ષાએ ઉપયોગ કરી શકો એ માટે અહી ક્લિક કરો.
 

Tuesday 4 October 2016

ડીશ સ્ટેન્ડ

 દરેક બાળકને પોતાના નંબરવાળી જ ડીશ લેવાની હોય છે.બાળકોને પોતાની ડીશ લેવા-મૂકવામાં સરળતા રહે છે.એ જ ડીશ દરરોજ લેવાની હોવાથી ડીશની સફાઇ સરસ રીતે થાય છે.સ્ટેન્ડમાં જ સાબુ,હેન્ડવોશ,ડીશ વોશ,નેપકીન,નેઇલ કટર મૂકેલા હોય છે.

Thursday 21 July 2016

શાળા ઉપયોગી ફાઇલ

વાલી સમ્મેલન આયોજન માટે ઉપયોગી પી.ડી.એફ ફાઇલ ........ડાઉનલોડ

વાલી સમ્પર્ક માટે ઉપયોગી પી.ડી.એફ. ફાઇલ ...............ડાઉનલોડ

શાળામાં અવાર નવાર જરૂરી માહિતિ માટે એકવાર ભરી ઉપયોગી બનતુ કુટુંબ પત્રક    ...... ડાઉનલોડ 

શાળા માટે ઉપયોગી સોફ્ટવેર .......

શાળા માટે ઉપયોગી સોફ્ટવેર .......
ખરેખર ખૂબજ સરસ પ્રયત્ન કર્યો છે....બન્ને મિત્રોએ......આભાર.
Name : Maheshbhai S Patel
SSC / PTC મુખ્ય શિક્ષક Kosmada Primary School Ta.Kamrej Di.Surat
વતનAt. Po. Sakariya Ta. Modasa Di. Sabarkatha
Name : Vijaybhai B Patel
S.S.C , PTC , ઉપ શિક્ષક Primary School Oviyan Ta.Kamrej Di.Surat
વતન . At. Kandolpada Ta. Vansda Di. Navsari


એસ.એમ.સી. રોજમેળ......જનરલ રજીસ્ટર.......શિક્ષકોની નાણા ધીરનારી મંડળી ના વહીવટ માટે


https://shivanischool.wordpress.com/

Wednesday 29 June 2016

સમયપત્રક ધોરણ ૧ થી ૮

નમસ્કાર મિત્રો ! આપ સૌને વર્ગકાર્ય માટે ઉપયોગી એવું ધોરણ ૧ થી ૮ નું RTE મુજબ નવા સુધારેલા સમયપત્રકની અહી લીંક શેર કરું છું. જે આપ સૌને  શાળામાં ખુબ જ ઉપયોગી થશે.. મિત્રો
Download in pdf file
→ Click here

Wednesday 20 January 2016

Standard - 1 to 5 First Sem. students test the PDF FILE Standard - 1 Maths : Click here Standard - 2 Kalrav and Kunjan : Click here Standard - 3 Gujarati ( Unit 7 to 10 ) : Click here Standard - 3 Gujarati ( Unit 11 to 14) : Click here Standard - 3 Gujarati ( Sem - 1) : Click here Standard - 3 Mari Aaspass : Click here Standard - 3 Maths ( Unit 6 to 8 ) : Click here Standard - 3 Maths ( Sem - 2 ) : Click here Standard - 3 Maths ( Yearly Tests) : Click here Standard - 4 Maths : Click here Standard - 4 Maths ( Sankhyagyan) : Click here Standard - 4 Maths ( All unit) : Click here Standard - 4 Gujarati : Click here Standard -5 Sauni aas pass : Click here Standard - 5 English : Click here Standard - 5 Maths : Click here

Read more at: http://www.edumatireals.in/2015/07/standard-1-to-5-test-papersquestion_27.html
Copyright © EDUMATERIALS TEAM
Standard - 1 to 5 First Sem. students test the PDF FILE Standard - 1 Maths : Click here Standard - 2 Kalrav and Kunjan : Click here Standard - 3 Gujarati ( Unit 7 to 10 ) : Click here Standard - 3 Gujarati ( Unit 11 to 14) : Click here Standard - 3 Gujarati ( Sem - 1) : Click here Standard - 3 Mari Aaspass : Click here Standard - 3 Maths ( Unit 6 to 8 ) : Click here Standard - 3 Maths ( Sem - 2 ) : Click here Standard - 3 Maths ( Yearly Tests) : Click here Standard - 4 Maths : Click here Standard - 4 Maths ( Sankhyagyan) : Click here Standard - 4 Maths ( All unit) : Click here Standard - 4 Gujarati : Click here Standard -5 Sauni aas pass : Click here Standard - 5 English : Click here Standard - 5 Maths : Click here

Read more at: http://www.edumatireals.in/2015/07/standard-1-to-5-test-papersquestion_27.html
Copyright © EDUMATERIALS TEAM
Uchatar mate ccc jaruri nathi.....9 varsh pura thay tyarthi j labh aapvo....ccc na hoy to pan....Guj.high court 9 Varsh pahela ccc exam mate apply karel hoy ane exam sarkare na lidhel hoy to mul tarikh thi uchchatar pagar dhoran aapvu evu lakhyu chhe.

Read more at: http://www.edumatireals.in/2016/01/uchatar-mate-ccc-jaruri-nathi9-varsh.html
Copyright © EDUMATERIALS TEAM